બીપી કંટ્રોલ કરવાથી લઈને આંખોનું તેજ વધારવામાં મદદ કરી શકે છે ટેટી


મેદસ્વીપણા પર નિયંત્રણ લાવે છે ટેટી


તરબૂચની જેમ ટેટીમાં પણ પાણી અને ફાઈબરની માત્રા વધારે હોય છે અને ફેટ હોતું નથી.ટેટી ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી આજ કારણથી તમે સ્નેક્સ કે ચટર-પટર ખાઈને વગરકામની કેલરીનું સેવન નહીં કરો. આના કારણે તમારું વજન કંટ્રોલમાં રહે છે અને મેદસ્વીપણાની સમસ્યાથી રાહત આપે છે.

આંખોનું તેજ વધારે છે ટેટીી


ગાજરની જેમ ટેટીમાં પણ બીટા-કેરોટીન હોય છે જેનાથી ટેટીને બ્રાઈટ ઓરેન્જ કલર મળે છે. બીટા-કેરોટીન આંખો માટે ફાયદાકારક હોય છે. ટેટી ખાવાથી આંખનું તેજ વધે છે અને ચશ્માની જરૂર પડતી નથી. ટેટીના આ ફાયદાના કારણે ગરમીઓમાં ટેટી જરૂર ખાવી જોઈએ. અત્યારના આધુનિક યુગમાં પરિવારમાંથી એક વ્યક્તિને તો ચશ્મા હોય જ છે. ટેટી ખાવાથી ચશ્મા આવતા નથી

 બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે


હાઈપર ટેન્શન એટલે કે હાઈબ્લડ પ્રેશરના દર્દીઓ માટે ટેટી એક ફાયદાકારક ફળ છે. ટેટીમાં પોટેશિયમ ખૂબ હોય છે. પોટેશિયમ રક્તવાહિનીઓને શાંત કરવા કે ફેલાવામાં મદદ કરે છે જેના કારણે બ્લડ પ્રેસર એછું થવામાં મદદ મળે છે. ટેટી ખાવાથી રક્તવાહીનીમાં લોહીનું પરીબ્રહ્મણ સારી રીતે થાય છે.