લસણના ગેરફાયદા - આ બિમારી હોય તો ભૂલથી પણ ન ખાતા લસણ નહીતર...
લસણનો વઘાર થાય એટલે ભૂખ થોડી વધારે જ લગી જાય અને ભૂખ પર કંટ્રોલ રાખવો થોડો મુશ્કેલ થઇ જાય પરંતુ વધારે પડતુ લસણ ખાવાથી જે નુકસાન થાય છે તેના વિશે તમે નહી જાણતા હોવ.


ઉલ્ટી અને હાર્ટબર્નની સમસ્યા
અમેરિકાના નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યુટમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર જો ખાલી પેટ કાચુ લસણ ખાવાથી પેટમાં બળતરાની સમસ્યા થઇ શકે છે. સાથે જ ઉલ્ટી અને બેચેની જેવી સમસ્યા પણ થઇ શકે છે. તે સિવાય તમને હાર્ટબર્નની સમસ્યા પણ થાય તેવી શક્યતાઓ છે.
રેશિઝનો ખતરો

વધારે બ્લિડીંગનો ખતરો
જે લોકોને બ્લડ ક્લોટ એટલે કે લોહી જામી જવાની સમસ્યા હોય છે તે લોકોને વાર્ફરિન, એસ્પિરિન જેવી દવાઓ આપવામાં આવે છે જેનાથી તેમનુ લોહી પાતળુ રહે. આવા લોકોને લસણનું સેવન ન કરવુ જોઇએ કારણકે લસણ લોહી પાતળુ કરવાનુ કામ કરે છે. દવા અને લસણ બંનેની અસરથી શરીરમાં ખતરો વધી જાય છે.
ગર્ભવતી મહિલાઓએ ન ખાવુ લસણ
જે મહિલાઓ પ્રેગનેન્ટ હોય કે પછી બ્રેસ્ટફીડીંગ કરાવતી હોય તેમણે લસણ ન ખાવુ જોઇએ. તે લેબરને અસર કરે છે અને બાળકની ડિલીવરી સમય પહેલા જ થઇ જવાનો ખતરો રહે છે. બ્રેસ્ટફીડીંગ કરાવતી મહિલાઓના દુધનો સ્વાદ બદલાઇ જાય છે.
0 Comments