સોજા, સંધીવા, સાયટીકા, કમર, સાથળ, પડખા, પીઠ, ઢીંચણ, પીંડી, તથા પગના તળીયામાં થતો દુઃખાવો માટે 100% અસરકારક ઉપચાર
અજમોદ, વાવડીંગ, સીંધવ, ચીત્રકમુળ, પીપરીમુળ, દેવદાર, લીંડીપીપર, વરીયાળી અને કાળાં મરી દરેક ૧૦-૧૦ ગ્રામ, હરડે ૫૦ ગ્રામ અને વરધારો ૧૦૦ ગ્રામને ભેગાં ખાંડી બનાવેલા ચુ્ર્ણને અજમોદાદી ચુર્ણ કહે છે. (આ ચુર્ણના બીજા પાઠમાં અજમોદ, વાવડીંગ, સીંધવ, ચીત્રકમુળ, પીપરીમુળ, દેવદાર, લીંડીપીપર, સુવાદાણા, અને કાળાં મરી, દરેક એક ભાગ, હરડે પાંચ ભાગ, વરધારો ૧૦ ભાગ અને સુંઠ ૧૦ ભાગ લેવામાં આવે છે. અને એનો ત્રીજો પાઠ આ મુજબ છેઃ અજમોદ, મોચરસ, સુંઠ અને ધાવડીનાં ફુલ આ ચાર સો સો ગ્રામ) અડધીથી એક ચમચી આ ચુર્ણ સહેજ ગરમ પાણી સાથે લેવાથી સોજા, આમવાત, સંધીવા, સાયટીકા-રાંઝણ, નીતંબ, કમર, સાથળ, પડખા, પીઠ, ઢીંચણ, પીંડી, તથા પગના તળીયામાં થતો દુઃખાવો વગેરે મટે છે. કંપવામાં પણ ખુબ જ ફાયદો થાય છે

0 Comments