જાણો શું હોય છે ગીલોય અને કઈ રીતે આવે છે કામ, આ રોગોમાં આપી શકે છે રાહત
ગિલોય શું હોય છે
એક પ્રકારનો જંગલી વેલો હોય છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ભારતના દરેક ક્ષેત્રમાં ખૂબ જ સરળતાથી મળી રહે છે. એનાથી વધારે કે તેને સાર સંભાળની પણ જરૂર નથી પડતી. ઋષિ મુનિઓના સમયથી જ ગિલોયનો ઉપયોગ ભારતમાં ઔષધિના રૂપમાં કરવામાં આવે છે. ભારતમાં કોરોના આવતાની સાથે જ ગિલોયનો ઉપયોગ ખૂબજ વધારો થવા લાગ્યો છે. ગિલોયની ઓળખ ઘણા લોકો સારી રીતે નથી કરી શકતા. ગિલોયના પાંદડા પાન જેવા દેખાય છે. આ બંનેમાં માત્ર થોડા કલરનો જ ફરક છે. ગિલોયના પાનનો રંગ ખૂબ જ ઘાટો હોય છે. તે જંગલમાં ખૂબ જ મળી રહે છે.
ગિલોય કમળાના રોગીઓ માટે ફાયદાકારક
કમળાના રોગીઓને ગિલોય ખૂબ જલ્દીથી આરામ પહોંચાડે છે. કમળાથી પરેશાન લોકો એ ગિલોયના પાનનો રસ કાઢીને પીવાથી ખૂબ જ આરામ મળે છે. ગિલોયનું રોજ સેવન કરવાથી કમળાના તાવ તેમજ દુખાવામાં પણ આરામ મળે છે. કમળાના દર્દીઓએ ગિલોયના પાનનું સેવન કરવું જોઈએ.
અસ્થમા માટે વરદાન
ગિલોયમાં વધારે પ્રમાણમાં એન્ટી-ઇનફ્લામેટરી તત્વો રહેલા હોય છે. એન્ટી-ઇનફ્લામેટરી તતત્વો શ્વાસ સાથે જોડાયેલી સમસ્યાઓમાં ખૂબ જલદીથી આરામ અપાવે છે. એ સાથે જ ગિલોય કફમાં પણ આરામ અપાવે છે. ગિલોય માણસના ફેફસાને સાફ કરવાનું કામ કરે છે. એ સાથે જ ગિલોયમાં ગ્લુકોસાઇડ અને ટીનોસ્પોરિન, પામેરિન અને ટીનોસ્પોરિક એસિડ એ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. ગિલોયમાં રહેલા આ ગુણ લોહીની અછતને દૂર કરવામાં મદદ કરે છે.
ગિલોય રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
ગિલોયને ઇમ્યુનિટી બુસ્ટર કહેવામાં આવે છે. ગિલોય તમારા શરીરમાં ઉતરતાની સાથે જ રોગ પ્રતિકારક ક્ષમતા વધારી દે છે. તે વાઇરસથી થતી બીમારીઓથી તમારા શરીરની રક્ષા કરે છે. તેની અંદર રહેલા ઔષધિય ગુણો તમને શરદી ઉધરસથી બચાવે છે. જો તમને શરદી ઉધરસ હોય તો ગિલોયની દાંડલીને પાણીની સાથે ગરમ કરવી પછી તે ઠંડું થઈ જાય પછી એ પાણી પી લેવું.
ડેન્ગ્યુથી કરે છે તમારી સુરક્ષા
કોરોનાથી પહેલા ગિલોયનો ઉપયોગ ડેન્ગ્યુના દર્દીને સ્વસ્થ કરવા માટે થતો હતો. ગિલોયમાં રહેલા એન્ટી પાયરેટીક તત્વો તાવના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયક હોય છે. ગિલોયનું જ્યુસ ચમત્કારીક રૂપથી તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. જેને લીધે તમને તાવમાં ખૂબ જ જલ્દી આરામ મળે છે. કોઈપણ પ્રકારનો તાવ હોય તો ગિલોયના લીલા પાનને કાપીને સારી રીતે ધોઈ લેવા પછી તેને પાણીમાં સારી રીતે ઉકાળીને ગાળીને એ પાણી પી લેવું.
0 Comments