દરેક વ્યક્તિ પોતાને સ્વાસ્થ્ય રાખવા માટે અનેક ઘરેલું ઉપાયો કરતો હોય છે.એવું કહેવાય છે આ ઉપાયોથી કોઈ નુકશાન થતું નથી.પરંતુ આનાથી તેના સારા પરિણામ જરૂર પ્રાપ્ત થાય છે.જયારે ફટકડી અંગેની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે દરેકના ઘરમાં ફટકડી જોવા મળતી હોય છે.મોટાભાગના લોકો તેનો ઉપયોગ સામાન્ય રીતે પાણી શુધ્ધ કરવા માટે કરતા હોય છે.

તમને જણાવી દઈએ કે ફટકડીમાં અનેક ગુણો છે જે આપણી શારીરિક ઘણી સમસ્યાઓ દૂર કરે છે.ઘણા ઓછા લોકો ફટકડીના કેટલાક વિશેષ ઉપાયો જાણતા હોય છે.પરંતુ ફટકડી જુવાન દેખાવાથી લઈને શારીરિક સમસ્યાઓ દૂર કરવા સુધી અનેક કામમાં ઉપયોગી સાબિત થાય છે.ખાસ કરીને આનો ઉપયોગ અને તેની સાવધાની અંગે માહિતી હોવી ખુબ જરૂરી છે.આજે તમને ફટકડીના ફાયદા વિશે જણાવીશું…

ત્વચાની કરચલીઓ ઘટાડે –

ફટકડી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે.એવું કહેવાય છે કે ફટકડી બ્યુટી ક્રીમ તરીકે પણ કામ કરે છે.તેને ચહેરા પર લગાવવાથી ત્વચા સુંદર અને કોમળ બને છે.ફટકડી તવ્ચાની કરચલીઓને ઝડપથી સમાપ્ત કરે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો વૃદ્ધ દેખાવામાં કરચલીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આ સ્થિતિમાં જો તમે ફટકડીને ભીની કરીને અને તેને ચહેરા પર સહેજ હળવાસ રીતે માલીશ કરશો તો પછી તમારી કરચલીઓ ઓછી થવા લાગે છે.જો કરચલીઓ ન હોય તો પણ તેનો ઉપયોગ કરવાથી ચહેરો સ્વસ્થ રહે છે.

દુર્ગંધથી છૂટકારો મેળવવા –

કોઈને મોંમાંથી આવતી ગંધ ગમતી નથી.આને કારણે લોકો વધારે સારી રીતે વાતચીત પણ કરી શકતા નથી.જો તમારા મોઢામાંથી ખરાબ દુર્ગંધ આવે છે તો તમે દરરોજ ફટકડીના પાણીથી કોગળા કરો.આ કરવાથી મોંની દુર્ગંધથી છૂટકારો મેળવી શકો છો.તે ઉપરાંત તમારા દાંત પર જમા ખરાબ બેક્ટેરિયા પણ દૂર કરે છે.આ સિવાય તે લાળમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને પણ દૂર કરે છે.પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે તેનું પાણી પીવું નહીં.ફક્ત કોગળા કરવા.

જૂમાંથી છૂટકારો મેળવવા –

જયારે વધારે લાંબા વાળ હોય છે ત્યારે અથવા વધારે સમય ખુલ્લા વાળ રાખવામાં આવે છે ત્યારે અમુક સમયે વાળમાં જૂ પડતી હોય છે.જો તમારા વાળમાં વધારે જૂ હોય તો ફટકડી એ રામબાણ સારવાર છે.જેમાં ફટકડીની પેસ્ટ તૈયાર કરીને વાળમાં લગાવવામાં આવે તો તેનાથી જૂઓ મરે છે.આ કરવાથી ફરીથી જૂની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.ખાસ કરીને આ મહિલાઓ માટે એક અસરકારક ઉપાય છે.

શરીરની ગંધ દૂર કરવા –

ફટકડી એન્ટીબેક્ટેરિયલ ગુણથી ભરપુર હોય છે.તે ગંધ પેદા કરનારા શરીરના બેક્ટેરિયાને મારી નાખે છે.આ જ કારણ છે કે ડિઓડોરન્ટ કંપનીઓ પણ તેનો ઉપયોગ કરે છે.જો તમે તેને સ્નાન કરવાના પાણીમાં ભેળવી અને સ્નાન કરો છો તો શરીરની ગંધથી છૂટકારો મેળવી શકો છો.ખાસ કરીને તમે આ ઉપાય ઉનાળાની ગરમીમાં કરી શકો છો.