ગ્રીન ટી ને દુનિયાનું સૌથી સ્વસ્થદાયી પીણું માનવામાં આવે છે કારણ કે તેમાં ઉંચી માત્રામાં એન્ટી-ઓક્સિડ્ન્ત્સ તેમજ શરીર માટે ફાયદાકારક તત્વો હાજર છે.
તેના ઘણા બધા ફાયદાઓ છે જેમ કે વજન ઘટાડવા, કેન્સરનું જોખમ ઘટાડવા તેમજ મગજને લગતું સ્વાસ્થ્ય જાળવવા ખુબ જ ઉપયોગી છે.
વજન ઘટાડવા
ગ્રીન ટીમાં હાજર રહેલું પોલીફીનોલ ખાધેલી વસ્તુમાંથી કેલરી બનાવવાની પ્રક્રિયાની ગતિ વધારે છે તેમજ ચરબીનું ઓક્સિડેસન કરવામાં મદદરૂપ થાય છે. ડાયાબીટીસ ગ્રીન ટી શરીરમાં ગ્લુકોઝનું લેવલ જાળવી રાખે છે તેમજ જમ્યા પછી વધતા સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે.
હ્રદયનું બીમારી
વિજ્ઞાનીકોનું માનવું છે કે ગ્રીન ટી નસોને લીનીંગ કરવાનું કામ કરે છે જે શરીરના વધતા-ઘટતા બ્લડ પ્રેસર સામે લડવા મદદરૂપ થાય છે. તેમજ શરીરમાં ગાંઠો બનવાની પ્રક્રિયા અવરોધે છે જે હાર્ટ એટેકનું મુખ્ય કારણ હોય છે.
કોલેસ્ટ્રોલ
ગ્રીન ટી શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ખુબ જ ઉપયોગી છે.
દાંતની બીમારી
ગ્રીન ટી માં હાજર રહેલું ‘કેટેચીન’ નામનું કેમિકલ એન્ટી-ઓક્સિડન્ટ મોઢામાં રહેલા બેક્ટેરિયા અને વાઈરસ સામે લડે છે જે ગળાનું તેમજ દાંતનું ઇન્ફેકશન દૂર કરી શકે છે.
આપણું પેજ “Natural Health Tips” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ Natural Health Tips.
0 Comments