મહુડાનું વૃક્ષ તો તમે આજુબાજુમાં કોઇ પણ જગ્યાએ જોયું જ હશે. મહુડાના ફૂલોનો રંગ આછો પીળો હોય છે અને તેના ફૂલ માં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. મહુડાના ફૂલ ઉપરાંત તેની છાલ, પાન અને બીજ પણ ખુબ જ ફાયદાકારક છે. તો ચાલો મહુડાના વિશેષ ફાયદાઓ વિશે જાણીએ.
શરદી અને ઉધરસ માં મહુડાનાં ફૂલનો ઉકાળો સવારે અને સાંજે પીવો જોઈએ. મહુડા ના ફૂલ ને તમે દૂધમાં ઉકાળીને પણ પી શકો છો. મહુડાના ફૂલ માં નેહરદાર મિક્સ કરીને ઉકાળો પીવાથી શરદી, તાવ દૂર થાય છે. શરીરના કોઈપણ અંગમાં થતા દુખાવા તેમજ માંસપેશીઓ ના દુખાવા અને સાંધાના દુખાવામાં મહુડાનું તેલ વડે માલિશ કરવાથી રાહત મળે છે.
મહુડાના પાનમાં મિથેનોલ તત્વ હોય છે જે વાય પર સારી અસર કરે છે. ખરજવું અને ત્વચાના અન્ય ચેપી રોગ માં મહુડા ના પાન પર તલનું તેલ લગાવીને તેની પેસ્ટ બનાવો અને તેને ચેપ ગ્રસ્ત વિસ્તાર પર ગરમ કરીને લગાવવાથી રાહત મળશે. આ ઉપરાંત મહુડા ના ફૂલ ને પીસીને ત્વચાના ચેપગ્રસ્ત ભાગ પર લગાવવાથી તે ફેલાતું અટકે છે.
ઘુટણના દુ:ખાવા અને સોજાને દૂર કરવા માટે મહુડાની છાલનો ઉકાળો પીવો જોઇએ. તમે મહુડા ની છાલ નો લેપ કરીને પણ લગાવી શકો છો. આ લેપ બનાવવા માટે મહુડાની છાલને પીસીને તેમાં ગરમ તેલ ઉમેરવું. ત્યારબાદ આ લેપને સોજા પર લગાવવાથી રાહત મળે છે.
નાના બાળકોને મહુડાનું મધ ચટાડવાથી જલદી દાંત ફૂટે છે. આ ઉપરાંત મહુડા ની ડાળી નુ દાતણ કરવાથી પેઢા માંથી લોહી નીકળવું, દાંતના દુખાવા વગેરે સમસ્યા દૂર થાય છે. શરીરમાં જો કોઈ જગ્યાએ ખૂબ જ ખંજવાળ આવતી હોય અને ખંજવાળીને છોલાઈ ગયું હોય તો મહુડા ની છાલનો ઉકાળો દરરોજ સવાર-સાંજ પીવાથી દાહ દૂર થશે અને ખંજવાળ મટી જશે.
મહુવામાં એન્ટી માઇક્રોબિયલ ગુણો હોય છે જે ચેપ થી થતા રોગો દૂર કરવા માટે ઉપયોગી થાય છે. મહુડાના વૃક્ષની છાલ નો ઉકાળો આંતરડાના રોગો અને જખમ દૂર કરવામાં ઉપયોગી બને છે. કાકડા નો સોજો દૂર કરવા માટે મહુડા ની છાલ નો અર્ક પાણીમાં મિક્સ કરીને તેના કોગળા કરવાથી રાહત થશે. આ ઉપરાંત મહુડાની છાલમાં ટેનિન નામનું તત્વ હોય છે જે ઘાવ ને રૂઝવા માટે મદદ કરે છે.

0 Comments