ઔષધીય ગુણો નો ભંડાર છે અજમા એટલે તો રસોઈઘર ની સાથે આયુર્વેદ માં પણ એનો ઘણો ઉપયોગ કરવામાં આવે છે. અજમાનું સેવન કરવાના કારણે તમારા શરીર ને અનેક પ્રકાર ના ફાયદા થાય છે. આપણે સામાન્ય રીતે અજમા નો આપણા રસોડાની અંદર ઉપયોગ કરીએ છીએ. પરંતુ આપણા વડીલો ઘણી વખત આ અજમાને ઔષધ તરીકે પણ ઉપયોગ કરતા હોય છે.
જ્યારે તમને પેટને લગતી કોઈપણ નાના મોટી તકલીફ થાય કે તરત જ તે લોકો તમને અજમા પીવડાવવા નો આગ્રહ રાખતા હોય છે. અજમા ન ફક્ત ખાવાનો સ્વાદ માં વધારો કરે છે પરંતુ તમને પેટ સાથે જોડાયેલી અનેક બીમારીઓ માંથી પણ દુર રાખવામાં મદદ કરે છે. મુખવાસ ની અંદર શેકેલા અજમા નાખવાના કારણે મુખવાસ નો સ્વાદ કંઈક અલગ જ બની જાય છે.
આમ અજમા નો આપણે અનેક જગ્યા એ ઉપયોગ કરીએ છીએ.અજમા ના ગુણની પ્રશંસા માં આયુર્વેદ માં કહેવામાં આવ્યું છે, “एका यमानी शतमन्न पाचिका” એટલે કે એમાં સો પ્રકાર ના અન્ન ને પચાવવા ની તાકાત હોય છે.અજમા નું ચૂર્ણ બાળકો ને થોડું અને મોટા વ્યક્તિ ને બે ગ્રામ, ગોળ માં મિક્સ કરીને દિવસ માં ત્રણ ચાર વાર આપવામાં આવે તો પેટ ના કીડા બહાર નીકળી જાય છે.
ન ફક્ત પાચન ક્રિયા સારી બનાવે છે, પરંતુ મેટાબોલીજ્મ ને પણ સારું બનાવે છે. એના પાણી ને દરરોજ સવારે પીવાથી મોટાપા ની સમસ્યા પણ દુર થાય છે અને પેટની પાચન ક્રિયા સારી રીતે કામ કરે છે. અજમા ના સેવન થી વજન માં પણ ઘટાડો થાય છે.અજમા માં મળી આવતા કેરોટીન, આયોડીન, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વ શરીર ની બીમારીને સુર કરવામાં સહાયક થાય છે.
અજમાનું સેવન કરવાના કારણે તમારૂં પેટ સાફ થઈ જાય છે તથા પેટને લગતી દરેક બીમારીઓ દૂર થાય છે. જેમ કે ગેસ, એસીડીટી, કબજિયાત દુર થઇ જાય છે. અજમા નું સેવન કરવાથી શરીર લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

0 Comments