અત્યારે આપણી જીવનશૈલી એવી થઈ ગઈ છે, કે આપણું ધ્યાન કામમાં વધુ અને સ્વાસ્થ્યમાં ઓછુ થતું જાય છે. તેને લીધે જ આપણા શરીરમાં અનેક બીમારી થાય છે. અત્યારે બદલાતી જીવનશૈલીમાં વાળની સમસ્યા વધુ જોવા મળે છે. અત્યારે વાળ ખરવાની સમસ્યા બધા લોકોમાં જોવા મળે છે. વાળ સફેદ થવા, વાળમાં ટાલ થવી, જેવી અનેક સમસ્યા જોવા મળે છે.
જો તેનું મુખ્ય કારણ કોઈ હોય તો તે છે, પ્રોટીનની ઉણપને લીધે વાળની સમસ્યા થાય છે. વાળમાં મેલેનીન નામનું તત્વ રહેલું છે. જે આપણા વાળને કાળા અને સુંદર બનાવે છે. પરંતુ જયારે તે તત્વ આપણા શરીરમાં ઓછુ હોય ત્યારે તેની અસર આપણા વાળમાં જોવા મળે છે. તો ચાલો આજે આપણે એવા કેટલાક ઘરેલું ઉપાય વિષે વાત કરીશું. તે આપણા વાળને સુંદર કાળા અને મજબુત બનાવે છે.
બ્લેક ટી :
આ ટી નો ઉપયોગ આપણે પીવા માટે કરતા હોઈએ છીએ. આજે આપણે જાણીશું કે તેનો ઉપયોગ વાળ માટે પણ કરવામાં આવે છે. ચાને પાણીમાં ઉકાળી તેને ઠંડી થવા દો. ત્યાર પછી તેને તમારા વાળમાં લગાવી. તેને વાળમાં બે કલાક સુધી રહેવા દો. ત્યારપછી શેમ્પુથી વાળ ધોઈ લો. આ ઉપાય કરવાથી વાળ ખરવાની સમસ્યા દુર થાય છે.
ઋષિ જળ ઉપચાર :
આ પતા દ્વારા પણ વાળને સારા બનાવી શકાય છે. તે માટે આ પતાને ગરમ પાણીમાં ઉકાળવું, ત્યાર બાદ તે ઠંડું થાય પછી વાળમાં લગાવીને તેને બે કલાક સુધી વાળમાં રહેવા દો. ત્યાર પછી વાળને શેમ્પુ વડે સાફ કરી લો. જો આ ઉપાય અઠવાડિયામાં એક વખત કરવાથી વાળનો રંગ બદલાઈ જાય છે.
કોકોનટ ઓઈલ :
નાળીયેલ તેલમાં લીબું મિક્સ કરી વાળમાં લગાવી દો. ત્યાર પછી વાળની માલીસ કરવી. વાળના બધા ભાગે નાળીયેલ તેલ લગાવું. અને ત્યાર પછી તેને એક કલાક માટે છોડી દો. ત્યાર બાદ વાળને શેમ્પુ વડે ધોઈ લો. આ ઉપાય નિયમિત કરવાથી વાળમાં ફાયદો થાય છે.
દૂધી પણ ફાયદાકારક :
સુકાયેલી દુધીમાં નાળીયેલ તેલ મિક્સ કરવું. ત્યાર બાદ ત્રણ દિવસ સુધી તેને તેલમાં રાખવું. ત્યાર પછી તેલને ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી તે કાળું ન થાય. અને ત્યાર પછી તેને વાળમાં લગાવી તેની માલીસ કરવી, અને તેને એક કલાક માટે છોડી દો. ત્યાર પછી તેને શેમ્પુ વડે ધોઈ લો. આ ઉપાય તમારા વાળ માટે ખુબ ફાયદાકારક છે. તે વાળને લગતી બધી સમસ્યાને દુર કરે છે.
દહી :
દહીને વાળ માટે સૌથી સારો ઉપચાર માનવામાં આવે છે. દહીને વાળમાં લગાવીને તેની માલીસ કરવી. માલીશ કરી વાળ સુકાય જાય ત્યાં સુધી તેને રહેવા દો. ત્યાર પછી શેમ્પુ વડે વાળને ધોઈ લો. આ ઉપાય કરવાથી તમારા વાળ સુંદર, સિલ્કી અને મુલાયમ દેખાય છે.

0 Comments