નમસ્કાર મિત્રો આજે આપણે ઘૂટણ માં થતાં દુખાવા વિશે ની વાત કરીશું.આજના સમયમાં કોઈપણ વ્યકિતને ઘૂંટણમાં દુ:ખાવો થાય એટલે તરત જ એમના મગજમાં ઘૂંટણનાં ઘસારાનો જ વિચાર આવતો હોય છે કારણકે, ઘૂંટણનો ઘસારો અને વા. આ રોગ એટલો સામાન્ય લોકોમાં સાંભળવા મળે છે કે, દરેક વ્યકિતને પહેલાં એ જ વિચાર આવે છે કે ઘૂંટણ ઘસાઈ તો નહીં ગયા હોય ને પરંતુ, ઘણીવાર તે ઘૂંટણ અથવા પગ પર વધારે વજન આવી જવાના કારણે પણ આવી સમસ્યા થતી હોય છે.

તેથી ઘણીવાર કેટલાય લોકોને ઘૂંટી તથા પગના પંજામાં તકલીફ થતી હોય છે, તેના કારણે ઘૂંટણમાં દુ:ખાવો થતો હોય છે. આપણે બધા આપણા પરિવારના સારા ભવિષ્ય માટે દિવસ આખો કલાકો સુધી કામ કરીએ છીએ. ઘણા ખુરશી ઉપર બેસીને કામ કરે છે, તો ઘણા લોકો શારીરિક શ્રમ વાળું કામ કરે છે. એવામાં વધુ પડતા કામ, અને વ્યસ્ત રોજીંદા કામને લીધે કોઈ ને કોઈ વ્યક્તિને કમરના દુ:ખાવાની તકલીફ થઇ જાય છે અને દુ:ખાવો પણ એવો ઉપડે કે ઘણા દિવસો સુધી અઠવાડિયા કે મહીના સુધી પરેશાન કરે છે


આ ઉપરાંત સતત એકધારી પ્રવૃત્તિ જેમકે દોડવું, જોગિંગ, સાયકલિંગ વધુ લાંબો સમય કરવામાં આવે, ઘૂંટણનો ટેકો લઇ સોફા કે ખુરશી પર બેસતી વખતે આખા શરીરનું વજન કોઈ એક પગનાં ઘૂંટણ પર મૂકી બેસવાની ટેવ, કોઈ એક પગ ઉપર જ વધુ વજન આવે તે રીતે વધુ લાંબો સમય ઉભા રહી કામ કરવાની ટેવ હોય કે પછી ઉબડ-ખાબડ રસ્તાઓ પર, પથરાળ જમીન પર યોગ્ય પગરખાં વગર ચાલવા દરમિયાન શરીરનું બેલેન્સ જાળવવા પગ ત્રાંસો મૂકવાથી આવી અનેકવિધ સમસ્યાઓ ઉદ્ભવવા માટેનુ કારણ બની શકે છે..

તો આવા દુ:ખાવાની અંદર રાહત મેળવવા માટે આપણે લીલા શકભાજીનું સેવન કરવું જોઈએ. આ લીલા શાકભાજીના રસનુ સેવન કરવાથી આ દુખાવાની અંદર ઘણો ફાયદો જણાય છે.આ ઉપરાંત રોજ કાચું નાળિયેર ખાવાથી વૃદ્ધ અવસ્થાની અંદર આવા દુઃખાવામા રાહત થાય છે.જો તમને વારંવાર ગોઠણ ની તકલીફ રેહતી હોય તો દરરોજ અખરોટ નું ખાલી પેટે સેવન કરવાથી આવી તકલીફ દૂર થાય છે.


બે ચમચી મેથીને રોજ રાત્રે પલાળી ને સવારે ઊઠીને ભૂખ્યા પેટે તેનું સેવન કરવાથી ઘૂટણ ના દુખાવામાં ફાયદો થાય છે.આ ઉપરાંત કરેણ વનસ્પતિના પાનને પાણીમા ઉકાળી ત્યારબાદ તેના પાનને પીસીને તલના તેલમાં મિક્સ કરીને પગમા માલીસ કરવાથી દુઃખાવામા ફાયદો થાય છે.

આ ઉપરાંત સરસવના તેલ માં આઠ-દસ કળી લસણની નાખી ગરમ કરી ત્યાર બાદ તેમાં અજમો,મેથીના દાણા અને સૂંઠ પાવડરઉમેરીને વહેલી સવારે નીકળતા તડકામાં આ તેલની માલીસ કરવાથી પગ અને ગોઠણના દુખવાની તકલીફ દૂર થાય છે. આ ઉપરાંત આસનો કરવાથી પણ આવી સમસ્યાની અંદર ઘણી રાહત મળે છે. આમ આપણે અનેક આયુર્વેદિક ઔષધીઓ દ્વારા આવી સમસ્યાનો હલ લાવી શકીએ છીએ.

તમે અમારી એપ્લિકેશનને નીચે ઉલ્લેખિત લિંકથી ડાઉનલોડ કરી શકો છો

Click Here