આજકાલ કોરોના મહામારીમાં શરદી, ઉધરસ અને કફ થવાથી કોરોનાથી સંક્રમિત થવાનો ભય લાગે છે. તેમજ કોરોના થવાથી ઓક્સીજન લેવલ ઘટી જાય તો મૃત્યુ પણ થાય છે. તેથી આજે આપણે એવા આયુર્વેદિક ઉપચાર વિશે જાણીશું તેનાથી શરદી, ઉધરસ અને કફ દૂર થઈ જશે અને શરીરમાં ઓક્સિજન લેવલ પણ વધશે.

આપણે કેટલાક આયુર્વેદિક ઉપચાર જાણીએ છીએ અને તેને અપનાવીએ પણ છીએ. પણ ઘણા લોકોને આ ઉપચાર ફાવી જાય છે અને તેનાથી શરદી, ઉધરસ અને કફ માં ફેર પડી જાય છે, પરંતુ અમુક લોકોને કોઈ ફેર નથી પડતો અને ઘણી વખત તો ઊલટાનું વધી પણ જાય છે.


જે લોકોને ફરક નથી પડતો તે લોકો ઉપચાર બનાવવા માટે શુદ્ધ સ્વરૂપમાં દેશી ઓસડિયા નો ઉપયોગ નથી કરતા. તેથી તે અસરકારક નથી હોતો. તેથી કોઈ પણ આયુર્વેદિક ઉપચાર કરતાં પહેલા તમે જ વસ્તુઓ વાપરો છો તે શુદ્ધ છે કે નહીં તેની ખાતરી અવશ્ય કરી લેવી. આજે આપણે જે ઉપચાર બનાવીશું તેના માટે મધ અને લસણ ની જરૂર પડશે. તેના માટે ખાસ જાણી લો કે તમે જે મધ નો ઉપયોગ કરવાના છો, તે શુદ્ધ મધ છે. નહીં તો તેની આડઅસર થઈ શકે છે



એક વાટકીમાં એક ચમચી મધ લેવું. ત્યારબાદ લસણની ૨-૩ કળીઓ લો. તેના કટકા કરીને મધમાં સારી રીતે ડુબાડો. આ લટકીને રાત્રે ઢાંકીને આખી રાત મૂકી રાખો. સવારે ખાલી પેટે આ લસણ ખાઈ જવું અને તેનું મધ પણ ચાટી જવું. આ ઉપાય સવાર સાંજ કરવો. તેમજ નિયમિત રીતે ભૂલ્યા વગર કરવો.


કોઈપણ દેશી ઉપચાર લાંબો સમય કરવાથી જ તે જડમૂળથી બીમારીને દૂર કરી શકે છે.આ ઉપાય ૨ દિવસ કરવાથીજ તમારા શરીરમાં ફેફસામાં અને નાકમાં કે છાતીમાં જામેલો કફ ઓગળી જશે. તેમજ શરદી અને ઉધરસમાં પણ ફેર પડી જશે. આ ઉપાય કરવાથી તમને રોગો પણ દૂર થશે ઉપરાંત શરીરમાં ઓક્સિજન લેવલ પણ વધશે.


નોંધ :

ઉપર જણાવેલ તમામ ઉપાયો શરીરની પ્રકૃતિ પ્રમાણે રિઝલ્ટ આપે છે. બીજાને આ ઉપાય થી ફાયદો થાય તો તમને પણ થાય તેવું જરૂરી નથી. જો તમે આનો ઉપયોગ કરવાથી કોઈ આડ અસર જણાય તો ડોક્ટર કે વૈધ ની સલાહ જરૂર લેવી. દરેક માણસ ની પ્રકૃતિ જુદી હોય છે. કોઈ લોકોને લસણ અને મધ ગરમ પણ લાગી શકે છે. તેથી કોઈ પણ ઉપાય અપનાવતા પહેલા આપણા શરીરની પ્રકૃતિ જાણી લેવી અને તેને અનુકૂળ હોય તેવા ઉપાયો જ કરવા.

તમે અમારી એપ્લિકેશનને નીચે ઉલ્લેખિત લિંકથી ડાઉનલોડ કરી શકો છો

Click Here