એલચી બધાના રસોડામાં સહેલાઈથી મળી જાય છે. તેને ખાવાનના અનેક લાભ આપણને મળે છે. તેથી તમારે એલચીને તેમારા આહારમાં સામેલ કરવી જોઈએ. આવું કરશો તો તમારે પેટની લગતી નાની નાની તકલીફો નહિ થાય. તેનાથી પેટની બીમારીઓમાથી મુક્તિ મળી જશે. ઘણા લોકો તેને રસોઈ બનાવતી વખતે વાપરતા હોય છે. પરંતુ ઘણા લોકોને તેનાથી થતા ફાયદા વિષે ખબર નથી.રોજ રાતે સુતા પહેલા એલચીના બે દાણા ખાવાથી આપણા શરીરને અનેક લાભ થાય છે. તેથી આપણે આજે તેનાથી થતા ફાયદા વિષે જાણીએ.
તે આપણા શરીરમાં રહેલ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેમાં મેગ્નીશીયા રહેલું હોય છે. તેમાં પોટેશિયમ રહેલૂ હોય છે. તેનાથી હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવાનું કાર્ય કરે છે. તેથી તેનું રોજ સેવન કરવું જોઈએ.
કબજિયાતથી મુક્તિ અપાવે છે :
તેમાં ઘણા બધા ફાયબર રહેલા હોય છે. તેનાથી તમારી પાચન શક્તિમાં વધારો થાય છે. તેની સાથે તે આપણા પાચનતંત્રને પણ શુદ્ધ રાખે છે. તેનાથી પાચન સરખી રીતે થવાથી કબજીયાતની સમસ્યા થતી નથી. તેથી પેટને સાફ રાખવા માટે આપણે રોજ બે એલચી ખાવી જોઈએ.
હ્રદય માટે ખુબ ગુણકારી છે :
તેમાં ફાયબર રહેલી હોવાથી તે આપણા હ્રદય માટે ખુબ લાભદાયક છે. તેનાથી તમારું હ્રદય વધારે મજબૂત અને સ્વસ્થ રહે છે. તેમાં પોટેશિયમ પણ રહેલું હોય છે. તેનાથી હ્રદય હુમલાનું જોખમ નહીવત પ્રમાણમાં કરે છે. તેનું સેવન કરવાથી આપનું હ્રદય તંદુરસ્ત બને છે.
બળતરા વિરોધી છે આવા ગુણધર્મો
એલચી મા મેગ્નેશિયમ ભરપુર પ્રમાણ મા હોય છે. મેગ્નેશિયમ મા બળતરા વિરોધી ગુણધર્મો છે, જે હૃદયરોગ, લોહી ના ગાંઠા થઇ જવા, સંધિવા તેમજ અલ્ઝાઇમર જેવા રોગો ને તમારા થી દૂર રાખે છે.





0 Comments